લખનઉ:   નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) વિરુદ્ધ દિલ્હીના જામિયા મિલ્લિયા ઈસ્લામિયા યુનિવર્સિટીની આજુબાજુ અને જાફરાબાદ (Jafrabad) -સીલમપુરમાં થયેલા હિંસક પ્રદર્શનોની આગ હવે ઉત્તર પ્રદેશ સુધી પહોંચી ગઈ છે. અહીં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU) , લખનઉની નદવા કોલેજથી એક પછી એક હિંસક પ્રદર્શનોના અહેવાલો આવ્યા. ત્યારબાદથી સુરક્ષા કારણોસર સમગ્ર પ્રદેશમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) પ્રદેશવાસીઓને શાંતિ અને સૌહાર્દ જાળવી રાખવાની અપીલ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ.બંગાળમાં ઉપદ્રવીઓએ બોમ્બ ઝીંક્યો, DCP ઈજાગ્રસ્ત, CM મમતાએ કહ્યું- 'આ તો છૂટીછવાઈ ઘટનાઓ'


મુખ્યમંત્રી ઓફિસમાંથી બહાર પડેલા એક નિવેદનમાં કહેવાયું છે કે નાગરિકતા સંશોધન કાયદા સંદર્ભમાં કેટલાક અંગત સ્વાર્થ ધરાવતા તત્વો દ્વારા ફેલાવવામાં આવનારી કોઈ પણ અફવા પર ધ્યાન ન આપો. પ્રદેશ સરકાર દરેક નાગરિકને સુરક્ષા પ્રદાન કરવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. આ માટે એ પણ  જરૂરી છે કે તમામ નાગરિકો દ્વારા કાયદાનું પાલન કરવામાં આવે. રાજ્યમાં સુખ શાંતિના માહોલને પ્રભાવિત કરવાની મંજૂરી કોઈને પણ નથી. 


Citizenship Amendment Act : જાણો શું છે નાગરિક્તા સુધારા કાયદો-2019?


ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)  પોલીસે સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત કર્યા છે. પોલીસ સોશિયલ મીડિયા દ્વારા લોકોને સતત શાંતિ જાળવવાની અપીલ કરી કરી રહી છે. યુપી પોલીસે મંગળવાર રાતે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ દ્વારા ટ્વીટ કરીને કહ્યું કે જનપદોમાં કલમ 144 લાગુ છે. આથી જો તમને એવી માહિતી હોય કે ક્યાંય પણ મંજૂરી વગર સંમેલન છે તો તમે તેની જાણકારી અમારી સાથે શેર કરી શકો છે. અમને ટ્વીટર પર ડીએમ કરો અથવા અમારા વોટ્સએપ નંબર (8874327341) પર સૂચના આપો. 


CAA: સરકાર આકરા પાણીએ, કહ્યું-'રેલવેને નુકસાન પહોંચાડનાર પ્રદર્શનકારીઓને જોતા જ ગોળી મારી દો'


પોલીસે સોશિયલ મીડિયા યૂઝર્સને પણ અપીલ કરી છે કે તેઓ કોઈ પણ પ્રકારની અફવા પર ધ્યાન ન આપે. પોલીસે પોતાની એક અન્ય ટ્વીટમાં કહ્યું કે તમામ સોશિયલ મીડિયા યૂઝર્સને અપીલ કરીએ છીએ કે કોઈ પણ પ્રકારની આપત્તિજનક, ભડકાઉ, તથ્યવિહોણી પોસ્ટ કે ફેક ન્યૂઝ શેર ન કરે. આવી પોસ્ટ અંગે અમને સૂચિત કરો. તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. 


આ VIDEO પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....